દશરથ રાજા નો એક વાળ શ્વેત થયો તો એણે રામને રાજગાદી સોંપી દીધી,
રામની એક ખડાઉથી ચૌદ વર્ષ સુધી અયોધ્યામાં સુશાસન ચાલ્યું,
ગોંડલના મહારાજા ભગવતસિંહજી એ વટેમાર્ગુ માટે ને ઘાસ લઈ જતી બહેનો માટે રસ્તામાં થાકલા ઉભા કર્યા હતા,
પૃથ્વીરાજ ચૌહાણે મહમદ ઘોરીને સોળ સોળ વખત માફ કર્યો હતો,
ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પથ્થર મારનારને ગળા નો હાર ભેટ માં આપી દીધો હતો,
અમરેલીના રાજવી કવિ કલાપી ના વિચાર માત્રથી શેરડીમાંથી રસ ઉડી જાય ને માફી માગીને ફરી ધરા રસાળ બનાવી દીધી હતી,
આ તો બસ મારી જાણમાં છે એટલા જ રાજવીઓ છે, આવી છે આપણી પરંપરા, પ્રણાલી...સ્વતંત્રતા વખતે 562 રજવાડાના રાજાઓમાંથી 560 એ પોતાના રાજ્યો ખુશી ખુશી અર્પણ કરી દીધા હતા, અને અત્યારે?? ખુરશીનો મોહ છુટતો નથી, તો લોકશાહી કરતા તો રાજાશાહી સારી નહિ..????