Gujarati Quote in Whatsapp-Status by Nirav Patel SHYAM

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાની વાર્તા....

લે.... નીરવ પટેલ “શ્યામ”

વિશાલ સડસડાટ પોતાના ઘરે બપોરના સમયે અચાનક પાછો આવ્યો. કદાચ કોઈ વસ્તુ ભૂલી ગયો હશે..
અનામિકા : કેમ અચાનક આમ બપોરે ???
વિશાલ : કેમ બપોરે ના અવાય મારાથી ઘરે, તું તારું કામ કરને.
અનામિકા કઈ બોલી ના શકી. અને જ્યાં ઉભી હતી ત્યાં જ સ્તબ્ધ બનીને ઉભી રહી ગઈ.
વિશાલ હોલમાં બધો સમાન આમ તેમ કરી અને કાંઇક શોધી રહ્યો હતો. પણ મળતું નહોતું.
હોલના બધા જ કબાટ અને ડ્રોવર એને અસ્ત વ્યસ્ત કરી નાખ્યા.
અનામિકા : (પોતાનું મૌન તોડી અને વિશાલની મૂંઝવણ જોઈ) શું શોધો છો એમ તો જરા કહો ?
વિશાલ : (ગુસ્સામાં) તારા માં ઠેકાણા હોત તો મારે જોવતું જ શું હતું, મારે જે જોઈએ છીએ એ હું શોધી લઈશ, તું તારું કામ કર.
અનામિકા ફરી પાછી મૌન થઇ ગઈ. અને વિશાલ પોતાની વસ્તુ શોધવાની મહેનત માં લાગી ગયો. હોલને વેરવિખેર કરી એ બેડરૂમ તરફ ગયો. ત્યાં આનામિકા એ તાજી ગોઠવેલી તિજોરીના કપડા પણ એને જાણે ધોબીને ધોવા આપવાના હોય એમ ખુલ્લા કરી અને બહાર નાખી દીધા, આખી તિજોરી જાણે કે કોઈ કબાડી ખાના ની જેમ અસ્ત વ્યસ્ત કરી નાખી. અનામિકા પણ બેડરૂમ તરફ નીચી આંખે જોઈ રહી હતી. પણ વિશાલના ગુસ્સાવાળા સ્વભાવ સામે એની બોલવાની હિંમત ના થઇ.
વિશાલ ગુસ્સામાં બબડી રહ્યો હતો .. “ આ ઘરમાં કોઈ વસ્તુ ઠેકાણે ના હોય, જયારે જોઈએ ત્યારે કઈ ના મળે.”
અનામિકા સમજી ગઈ કે વિશાલ પોતાની ચેકબુક શોધી રહ્યો છે, બેડરૂમ માં જઈ અને તિજોરીમાંથી એક પાકીટ કાઢી, એમાંથી ચેકબુક વિશાલના હાથમાં આપતા કહ્યું : “તમે આજ શોધતા હતાને..???”
વિશાલ :  હા, મારી વસ્તુ તું શું કામ અડે છે, મારો અડધો કલાક તે બગડી નાખ્યો, મારે મોડું થાય છે અને તમને મને હેરાન થતો જોવાની મઝા આવે છે.
અનામિકા : તમે એકવાર મને પૂછ્યું હોત તો હું શોધી આપતીને, તમે પૂછતા નથી અને મારી ઉપર જ ગુસ્સો કરો છો.
વિશાલ : પોતાના ઠેકાણા નહિ અને મને કે છે ગુસ્સો કરે છે, તે એવી જગ્યા એ મૂકી તો મને ક્યાંથી મળે ?
અનામિકા : કાલે તમે ટીવી જોતા હતા ત્યારે તમારા હાથમાં હતી અને આયુષ (વિશાલ અને અનામિકાનું ૪ વર્ષનું બાળક) ના હાથમાં મેં જોઈ તો મેં એને તિજોરીની અંદર પાકીટમાં સાચવીને મૂકી દીધી એ ફાડી ના નાખે એટલે.
વિશાલ ગુસ્સામાં લાલપીળો થતો અને ઘરેથી નીકળી પોતાના કામ માટે ચાલ્યો ગયો..........

ક્યારેક ક્યારેક આપણે એવું સમજીએ કે આપણને બધી જ ખબર પડે છે, આપડે જે કરીએ તે જ સાચું છે, ક્યારેક આપણે આપડા  માં – બાપ ને પણ પૂછવા નથી રહેતા અને નાની નાની વાતે એમ કહી દિયે છીએ કે “તમને ખબર ના પડે....” હા. બધી ખબર આપણને જ પડે છે, આવું કહેવા માં એક મોટો ઈગો રહેલો છે અને પોતાના આ ઈગો ના કારણે આપડે પોતે તો દુખી થઈએ છીએ સાથે સાથે આપણી આજુબાજુ રહેલા લોકોને પણ આપડે દુઃખી કરી રહ્યા હોઈએ છીએ. પણ ઈગો એવો હોય કે એમાં આપણને એ બધાનું ભાન જ ના રહે.. આ ઈગો જ સંબંધો તુટવા પાછળનું મોટું કારણ છે.
મારી આ વાર્તા ઘણા પરિવારોમાં જીવંત બનેલી હશે, અનુભવેલી હશે. કેટલીય સ્ત્રીઓ રોજ આવી બાબતોનો ભોગ બનતી હશે.

Gujarati Whatsapp-Status by Nirav Patel SHYAM : 111029611
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now