મારા કૃષ્ણ.....
દેવકીના ગર્ભથી શરૂ થયેલો પ્રવાસ હજી જીવંત લાગે છે.
ઉંમરના પ્રત્યેક પગથિયાં પર સ્થગિત થઈને માણવાનું મન કરે અને આગળ જવાનું કૌતુક પણ જગાવે આવા વિરોધાભાસમા સતત જોડાઈ રહેવાનું મન થાય એવા છે કૃષ્ણ..!!
જળમાં માર્ગ કરી શકવાની ક્ષમતા ધરાવતા એ પગના અંગુઠાથી શરૂ કરીને પગની પાની સુધી પ્રત્યેક અંગની વાતમા આખી સૃષ્ટિના સર્જક, સમસ્ત સમસ્યાઓના માર્ગદર્શક, ઈન્દ્રીયો પર સંયમ શીખવનાર તથા કર્મના માર્ગે હાથ પકડીને ચાલતા શીખવતા એ કૃષ્ણ મને હંમેશા' મારા 'લાગ્યાં છે.
'મારા 'શબ્દમા મ અને ર બન્ને ને પોતાના બનાવવા હોય તો એક નહીં બે કાના ની જરૃર પડે છે, એટલે જ્યારે ભગવાનની વાત હોય ત્યારે એકથી સંતુષ્ટ નથી થવું મારે ને જો એમાય વાત કૃષ્ણ ભગવાન ની થાય તો હું એમને મારા જ માનું છું.
શોભના સપન શાહ