#merekrishna
કૃષ્ણ એટલે મનુષ્ય અવતાર જ.જ્યારે મનુષ્ય જન્મ અને બીજા અનેક જન્મ પછી પૂર્ણ જ્ઞાન પામે છે અને કર્મ કરે છે ત્યારે જ તે પૂર્ણ પરમેશ્વર બને છે. કૃષ્ણ કહેવું જેટલું સહેલું છે તેટલું બનવું સહેલું નથી. કૃષ્ણે અસહ્ય દુઃખો વેઠયા છે. જે માના કૂંખે જન્મ્યા છે તે માના હાથે ઉછર્યા નથી. કૃષ્ણએ પણ સમય આવ્યે મામા કંસનો વધ કરવો પડ્યો છે.જીવનની મહત્વપૂર્ણ બાબત જીવનસાથીની છે. કૃષ્ણ એ તો પોતાના પ્રેમનો પણ ત્યાગ કર્યો છે. હુ મારા જાતે કૃષ્ણને સામાન્ય માણસ માનું છુ કારણકે જે પોતાના સંકટ ટાળી નથી શક્યા તે બીજાના સંકટ શું ટાળી શકે?
કૃષ્ણ એ અંધકાર છે.તેમના કાર્ય અને મહેનત વડે ઉજાશ કર્યો છે. કૃષ્ણ એ એવી માનવતા છે કે જે પ્રકાશની એ નદી સિમિતથી અસીમ સાગર સુધી વહે છે.
કૃષ્ણ એટલે દુઃખ અને દુઃખમાંથી હાર્યા વગર પસાર થયા ત્યારે પરમસત્ય પરમેશ્વર બન્યા છે.