#MERAKRISHNA
શ્વાસે શ્વાસે રટ્યા કરૂ છું કૃષ્ણ તણું નામ
જીવન જીવવા કેરી મળે છે તેથી મુજને હામ
આખા વિશ્વનો ઈતિહાસ ફેંદી નાખીએ તેમ છતાં પણ નહીં જડે તેવું અજર, અમર ભગવદ્ ચરિત્ર એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે ' LIFE IS GAME, PLAY IT' રમતાં રમતાં જીવન જીવવાની ચાવી. કૃષ્ણ એટલે અવિરત વહેતા પ્રેમનો સાગર જે સૌ તરફ સરખો વહ્યો છે તે પછી માતા યશોદા હોય, ગોપ - ગોપીઓ હોય, ગોકુળની ગાયો હોય કે પછી મિત્ર સુદામા કે અર્જુન. કૃષ્ણ એટલે પરાક્રમની બેજોડ ગાથા. જે ધમૅના માગૅ પર ચાલવાની પ્રેરણા આપે છે. કૃષ્ણ એટલે સતત વહેતી જ્ઞાન ગંગા, જે ભગવદગીતા રૂપે માનવને જીવમાંથી શિવ તેમજ જીવ અને જગદીશનો સંબંધ સમજાવે છે. કૃષ્ણ એટલે પળે - પળે માગૅદશૅન કરતું ચરિત્ર, જે આદર્શ મિત્ર, રાજા, પુત્ર, યોદ્ધા તેમજ સારથિ બની જીવનના અલગ અલગ પાસાઓમાં માનવજીવનને પ્રેરણા આપતું રહ્યું છે. મારા માટે કૃષ્ણ એટલે એક જ વાક્યમાં કહેવું હોય તો ' કૃષ્ણં વંદે જગદગુરૂ '