#MERAKRISHNA
કૃષ્ણ એટલે...
બાળ વયમાં બહુબલીઓને ચિત કરનાર બળિયો.
પાવન પ્રેમ પ્રતીક કાનુડો, પ્રણયનો આખો દરિયો.
બની સુદામો સખા સમાજને સમાનતા શીખવનાર.
કુરુક્ષેત્રે કર્મ કહાણી કહેતો, કેશવ ગીતાનો ગાનાર.
સત્યની સદા સમીપ રહેતો, ધર્મનો છે સંસ્થાપક.
નંદનો એ નટખટ નાનકો, શ્રુષ્ટિમાં સૌનો મનભાવક.
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'