મંજિલ ક્યાં નક્કી હતી અમારી ,
એ તો મળ્યાં તમે ને રાહ જોઈ અમે .
ઓળખ ક્યાં થઈ હતી અમારી ,
એ તો ગમ્યાં તમે ને ઓળખાયા અમે .
બેવફાઈ ક્યાં હતી અમારી ,
એ તો મજબૂરી બની તમારી ને ભટક્યા અમે .
દુંવાઓ ક્યાં ઓછી હતી અમારી ,
એ તો રાહ બદલી તમે ને ભૂલા પડ્યાં અમે .
'અંશ '