ભગવાને માત્ર માનવો જ સર્જ્યા છે...
એ માનવોમાંથી શેતાન તો ખુદ બન્યા છે...
ભગવાને માત્ર માનવતા ધર્મ જ સર્જ્યો છે...
એ માનવો એજ અલગ અલગ ધર્મ બનાવ્યા...
ભગવાને માત્ર પ્રેમની દુનિયા સર્જી હતી...
એ માનવો એ જ નફરત કરતા શીખવ્યું...
ભગવાને માત્ર જન્મ મરણ નક્કી કર્યું તું...
એ માનવોએ તો આત્મા ની હત્યા જ હાથમાં લઈ લીધી...
ભગવાને માત્ર હોઠો પર સ્મિત આપ્યું...
એ માનવો એ તો એને તલવાર બનાવી દીધી...
ભગવાને માત્ર કર લોકોની મદદ માટે લંબાવવા કહ્યું...
એ માનવો એ તો હત્યા માટે ઉઠાવી લીધા...
ભગવાને માત્ર અન્ન સર્જ્યું ઉદરની ભૂખ સંતોષવા...
એ માનવોને તો કઈ ભૂખ લાગી કે માનવોને જ ખાવા દોડે...
ભગવાને માત્ર માનવ જન્મ માનવ બની રહેવા આપ્યો...
એ માનવ તોયે જાનવરનેય શરમાવે એવા દુષ્ટ બન્યા...