મોસમનું મસ્ત મોજીલું રૂપ
આજ સોળે કળાએ ખીલ્યું છે.
વરસાદી ઝરમર વચ્ચે બેઠું આ પતંગિયું
અમથું અમથું મલકાઈ છે.
બાલ્કની માં બિરાજેલ પેલું ગુલાબી ફૂલ
ઝૂકીને તેના તરફ શરમાય છે.
કેવો આ વરસાદી પ્રેમ
ભીના શ્વાસે સંગ્રહાય છે.
બન્ને વાતો કરતા છાનામાના,
મન મારું એકાંતે ઈર્ષ્યા કરે છે.
આ પતંગિયાને પ્રેમનો સંગાથ....
ને હું..... એકલી......
આવી જા બસ હવે આવી જા..