હું ભાષા ને મારી નમૂછું.
બંધ મુઠ્ઠીમાં પકડાઈ ગઈ.
છતા એ ક્યાં છાની રહી...
ભાષા મારી મીઠી એવી કે...
દુશ્મન ને પણ ભાવી ગઇ..
રોજ બરોજ નું એ ચલાઉ છું..
હું ભાષા ને મારી નમું છું.....
તાલ સુર નો એ સંગાથ બની...
વેદો માં એ વ્યંગ બની...
સીધી સરળ ને સર્વાંગી બની..
તોય છતાંયે ના એ ગોતું છું..
હું ભાષા ને મારી નમું છું......
છે એક છતાંયે બેઠી છે..
ખોળો પાથરી ગૂજરાત મા...
આવે જે એને એ સ્વીકારતી...
ના મોટી કે ના નાની છે...
હું ભાષા ને મારી નમું છું....
ભાવેશ રાજ્યગરૂ...'અલ્પ'