Gujarati Quote in Quotes by Dimple

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી...

સ્ત્રી એટલે...
જે ફકત અને ફકત તમારા માટે તૈયાર થાય અને "આજે ખૂબ જ સુંદર લાગે છે" એવા એક વાકયની આશમાં તૈયાર થઈને તમારી આસપાસ કોઈપણ અર્થહીન વાતો કરે...!

સ્ત્રી એટલે...
જેની સવાર પોતાના માટે નહીં, પણ તમારા માટે થાય...
જેના રાતોના ઉજાગરા અને આંખો નીચેના કુંડાળા તમારા માટે થાય...!

સ્ત્રી એટલે...
પોતે સાચી છે, એ જાણતી હોવા છતાં
થોડાક વિરોધ પછી બધું જ ચૂપચાપ સહન કરતી જાય...!

સ્ત્રી એટલે...
નાનપણમાં અને યુવાનીમાં જોયેલા
અઢળક સપનાઓના ફુગ્ગાને 'મેરેજ' નામની
એક જ ટાંકણીથી ફોડી નાખે....!

સ્ત્રી એટલે...
જે તમને તમારી જાત કરતાં પણ વધુ સમજે,
છતાં પણ "તું મને સમજતી જ નથી,"
કે પછી, "તું મને કયારેય નહીં સમજે" એવા
વાકયો રોજ ભાવશૂન્ય ચહેરે સાંભળી લે...!

સ્ત્રી એટલે...
જેને તમારા સિવાય કોઈ જ પુરુષ મિત્ર ના હોવો જોઈએ, ભલે તમારે મહિલા મિત્રો હોય...!

સ્ત્રી એટલે...
સવારનું એલાર્મ અને રાતનો નાઈટ લેમ્પ...
વહેલી સવારનું ટિફીન ને અંતે દરવાજાનું તાળું....!

સ્ત્રી એટલે...
બાળકની ટીચરથી લઈને તમારી શુભચિંતક, આખા ઘરનું બધું જ સંભાળીને આખરે, "તારે તો આખો દિવસ મોબાઈલ જ હોય"

Gujarati Quotes by Dimple : 111027504
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now