ઝુકેલીએ શાખે ,કલરવ
કરતું કુમુદ જળ છે
ગતિ, ગિરિવર પરથી,
ફરકતો એ સીમીર પણ છે
સુગંધીછે શ્વાસો ,
કુદરત દિશેકે યૌવન છે !
છતાં શાને ભાવો,અવિચળ
રહે,શાંત મન છે?
કસુંબી લઈને કઈ
સળવળતો સુર્ય હરદમ છે
કરે વાદળ ચેળા, નભ
થકી એ રંગીન પળ છે
છવાયું ઘડી માં નભ અને
રવિ - ચંદ્ર સમ છે!
ક્ષણો માં ઘુઘવતો વરસાદ,
વિજ નું વેરી વર્તન છે
સજગછે સહુ શ્વાસો ,પણ,
મન હજુ જડભરત ક્ષમ છે
જુએ છે હર હસ્તી, જળ તણો
થતો કઇ પૂર્વજન્મ છે
વરસ્યો વલટાઈ ને
હવે સ્વરૂપ સુંદર છે
બધે જ જળજળ સરળ,
ને ધરા નું, હજી ભીનું લોચન છે
વળી,આવશે ભાનું ને
ધરતીનું પલક કઇ લુછશે
થયો શાને કાજે તુજ તણો
એ હાલ!સુરજ પુછશે?
ઝલક