વાત લગ્ન ના બીજા દિવસ ની છે... મારા ઘરે થી આવેલો કરિયાવર બધા જોતા હતા.. મારે મન એ માત્ર એક સામાન હતો જે મારા માં બાપ ની આખી જિંદગી ની કમાણી માંથી આવ્યો હતો.. જ્યારે એક કરિયાવર હું મારી સાથે લાવી હતી જે કોઈને ખબર નહોતી... હું મારા માટે મારા ઘરે થી અમુક બહુ કિંમતી એવો સામાન લાવી તી...ખબર છે એ શું હતો? એ મારા અધૂરા સપના ઓ હતા.. બાકી કરવાના રહી ગયેલા કામો હતા..અનેક આંસુઓ નો ખજાનો હતો.. ખુશી ની ક્ષણો હતી.. જીતેલી કેટલીય શાબાશી ઓ હતી.. મારા પોતાના ઓ ના ચહેરા હતા... મારા ઘર ની કેટલીય સાચવેલી મારી યાદો હતી..તૂટી ગયેલી મારી ઢીંગલીઓ હતી..મારા માં બાપ નો વિશ્વાસ હતો... આ બધું ભરી ને હું લાવી હતી...આજ મારો સાચો કરિયાવર... # દીકરી