એ આવી ને વહી જશે,ભૈ શ્વાસ છે
ને બાકી જે રહી જશે,એ વિશ્વાસ છે
શું જોયું , શું જોઈએ?,કેવી આશ છે ?
બધું જ મેલી દઈ ,હૈયે ધરી હવે હાશ છે
છતાંય અંતરે ક્યાંક વસે,કાશ છે
ને ઇ પામવા ને, ફરી,નજરું બદમાશ છે
જગત ને જેમ જાણ્યું, મળી ખારાશ છે
ખુદ નો જો 'ખ'મળ્યો,તો મીઠું આંસ છે!
લે, લેતો જ હરિ, ગર, તું આસ-પાસ છે
ખાલી થયેલ વાંસ પર, હજુ, તુને વિશ્વાસ છે
હવે,તું નથી ને તું જ છે,એવો કાં અહેસાસ છે?
ને અચાનક પહેર્યો ,તે મારો કાં લિબાઝ છે !
ઝલક