તું શું દુઃખી કરીશ મને હેં,
હું તો રોજ અશ્રુઓ ના સાગરમાં ડૂબકી લગાવું છું,
બે ઘડી મુસ્કુરાહઠની લાલચ ના આપ્યા કર યાર કારણકે,
ગમ ને ઉજવણીમાં તબદીલ કરતાં આવડી ગયું છે મને,
અેક ઝલક માટે તડપાવવાની ગરજમાં શું રાખે છે,
આંખો બંધ અેટલે અંધકારમાં તું,
અને ખુલ્લી આંખોએ હર અેક નજારે તને જોતા મને આવડી ગયું છે,
અને હાં તારા વગર જીવન જીવી જ ના શકું અેવાં વહેમમાં તો બિલકુલ રહેતી જ નય હોં,
કારણકે યાદોનાં સહારે જીવન જીવતાં હવે મેં પણ શીખી
લીધું છે. (~_^)