તપાસી જો...
છેક તળિયે જઇને તપાસી જો,
એ જ મોતી હશે, ચકાસી જો.
તું ધરા ને પંખી ગગન માગે,
આવે સાગર તરી ખલાસી જો.
ફૂલ ખીલ્યાં કંઇ બાગમાં એવા,
આજ પાછી ફરી ઉદાસી જો.
કોણ બીજું એનું કહ્યું માને,
હું જ એના ઘરનો નિવાસી છું.
છે ધરા આસન ને ગગન છત્તર,
નહીઁ મળે મુજ સમો વિલાસી જો.
-- પ્રવીણ શાહ