જિંદગી દરિયા જેવી છે અને હું એનો કિનારો!
ભરતી- ઓટ બંનેને માણું છું,
જિંદગી તને હું ચાહું છું!
જિંદગી મરુભૂમિ જેવી છે અને હું એની મરિચિકા!
હકીકત - આભાસ બંનેને માણું છું,
જિંદગી તને હું ચાહું છું!
જિંદગી બરફ વર્ષા છે અને હું હિમાળી કંદરા!
શુષ્કતા- શીતળતા બંનેને માણું છું,
જિંદગી તને હું ચાહું છું!
જિંદગી અડાબીડ જંગલ ને હું એની હરિયાળી!
ગીચતા-ગૂઢતા બંનેને માણું છું,
જિંદગી તને હું ચાહું છું!
જિંદગી ઊંચેરું આભ ને હું એનું મેઘ ધનુષ!
મોસમ-મિજાજ બંનેને હું માણું છું
જિંદગી તને હું ચાહું છું!
©અર્ચિતા દીપક પંડ્યા