પપ્પા
આજે સવાર થી પપ્પા ને યાદ કરતી તી, પપ્પા ના બધા ફોટા જોયા.
પપ્પા ને જોવું તો એમ થાય કે નજર જાણે અટકી ગઈ.. આટ આટલા કામ વચ્ચે જરાય થાક કેમ નહિ?
અહીંયા હું એક વર્ષ થી વધારે કોઈ કંપની માં જોબ નથી કરતી... મારા પપ્પા છેલ્લા ૨૫ વર્ષ થી એક જ દુકાન માં એક સરખું કામ કઈ રીતે કરી શકે છે?
શું એના મન માં મારી જેમ નવા નવા તરંગો નહિ ઉઠતા હોય? કઈ રીતે કોઈ માણસ પોતાના બધા વિચારો તરંગો ને દબાવી ને એક સરખું જીવન જીવી શકે?
કદાચ એ વ્યક્તિ એ માની લીધું છે કે એ પેહલા એક પિતા, પતિ અને એક પુત્ર છે, પછી એ ખુદ છે.
શું એને ક્યારેય કઈ નવું કરવાની ઈચ્છા નહિ થઇ હોય? શું એને મારી જેમ આ બધું મુકું ને વેકેશન પર જવાનું મન નહિ થયું હોય?
શું એનો જન્મ ખાલી એના બાળકો નું ભવિષ્ય બનાવા માટે જ થયો હશે?
હું એક વાત કાયમ વિચારતી કે મારા પપ્પા કયારેય ઘડિયાળ કેમ નહિ પહેરતા હોય ?
આજે સમજાયું કે એમને ઘડિયાળ ની ક્યારેય જરૂર જ નોતી પડતી...કેમ કે જવબદારી ની ઘડિયાળ કાયમ એમના મગજ માં ચાલતી .
એને કોઈ એલાર્મ ની જરૂર નહોતી.. એની જવાબદારી જ એને ઉઠાડતી...
લોકો ને મેં ચાર ધામ ની યાત્રા એ જતા જોયા છે.
મારા પિતા ને મેં બધા ભાઈ ઓ ની જવાબદારી ઉપાડતા જોયા છે. મારા બા ને પૈસા આપતા જોયા છે.
એમને મેં ચોવીસ કલાક કામ કરતા પણ જોયા છે. મારી ફી ભરવા માટે એમને ઉજાગરા કરતા જોયા છે.
દીકરી ના લગ્ન માટે જાત ને ઘસડી નાખતા મેં જોયા છે. દરેક રીતિ રિવાજ ના નામે મને કૈક ને કઈક આપતા જોયા છે.
ભાઈ ઓ ના દિકરા ઓ ને ભાગ અપાવતા જોયા છે. બહેન ના ભાણીયા ઓ નું મામેરું કરતા જોયા છે.
દીકરી ના વિદાય ટાણે પોતાનું સર્વસ્વ કોક ને સોંપતા મેં જોયા છે. સાચું કાવ તો મેં મારા પિતા ના રૂપ માં ચાર ધામ જોયા છે...
મારે ક્યાંક જવાની જરૂર નથી મારા તો ઈશ્વર પણ એજ ને એજ મારુ મંદિર છે....