●મારે તને મળવું છે હવે...●
'બહુ થયો આ લોન્ગ ડિસ્ટન્સ રુહાની ઇશ્ક ...
યાર મારે તને મળવું છે હવે..
બહુ લખી ગઝલો અને વાંચી પણ ઘણા લોકો એ..
હવે તો તને મળીને તારી આંખો વાંચવી છે હવે...
રોજ રાતે એકલાં હવે નથી સ્પર્શવી ફોન ની આ ટચ સ્ક્રીન..
મારે તો તારી નાજુક સ્ક્રીન ને સ્પર્શ કરવી છે હવે..'
'બહુ થયો આ લોન્ગ ડિસ્ટન્સ રુહાની ઇશ્ક ...
યાર મારે તને મળવું છે હવે..'
'સો વખત વાંચેલું ચેટ ફરી નથી વાંચવું મારે..
તારી ખુલ્લી હથેળી માં હાથ મારો રાખી વાતો કરવી છે હવે...
ચહેરા ઉપર આવતી તારી ઝુલ્ફો ને મારા હાથે તારા કાન પાછળ સેટ કરી..
એ કાનો માં એક સુંદર ઝૂમખું પહેરાવવું છે મારે હવે..
નથી જોઈતી કોઈ અત્તર કે ડીઓ ની ખુશ્બુ મારે..
તારા ભીંજાયેલા દેહ ની ખુશ્બુ માં તરબોળ થવું છે હવે..'
'બહુ થયો આ લોન્ગ ડિસ્ટન્સ રુહાની ઇશ્ક ...
યાર મારે તને મળવું છે હવે..'
'બહુ પી લીધી શરાબ મિત્રો ની સાથે મહેફિલ માં.
શરાબ થી વધુ નશીલા તારા અધરો ના જામ પીવા છે હવે..
વીડિયો કોલિંગ માં જોઈ એકબીજાને ઉબ આવી ગઈ છે યાર..
મારે તો તારી આંખો માં ડૂબી જવું છે હવે..
એકલો તો બહુ ગયો મોંઘી હોટલો ને કાફે માં જમવા..
બસ તારો કરેલો એંઠો આઈસ્ક્રીમ ખાવો છે હવે...
બહુ થયો આ લોન્ગ ડિસ્ટન્સ રુહાની ઇશ્ક ...
યાર મારે તને મળવું છે હવે..
બહુ કરી લીધી ફોન પર વાતો કલાકો સુધી
પણ તને ગળે મળી બાહો માં લઈને તારા કપાળ ને ચુમવું છે હવે..
રોજ સુવડાવે છે ગુડ નાઈટ કહીને મને તું..
તારા ખોળામાં થોડો સમય માથું રાખીને સૂવું છે હવે..
કામ નું કોઈ બહાનું કાઢી ને જતી વખતે તારી નાજુક પકડી કલાઈ
તને ખેંચી ને પાછી મારી બાજુમાં એકવાર બેસાડવી છે હવે..
બહુ થયો આ લોન્ગ ડિસ્ટન્સ રુહાની ઇશ્ક ...
યાર મારે તને મળવું છે હવે.S