#100WORDSSTORY
“એ દિવસે જો મને તરતા આવડતું હોત તો...”
“જે થયું એ ભૂલી જા હવે...”
અનિકેત અને તેની પત્ની વિદ્યા નદી ના પૂલ પર બેસી ને વાતો કરી રહ્યા હતા.પૂનમ નો ચંદ્ર સોળે કળા એ ખીલી ઉઠ્યો હતો.
“ચાંદો આજે થોડો મોટો લાગે છે નહીં” વિદ્યા એ વાત બદલી
“હા,એ દિવસ જેટલો જ”
“તું હવે બીજા લગ્ન કેમ નથી કરી લેતો?”
“અનિકેત,ચાલ ઘરે હવે” પાછળ થી એના મમ્મી નો અવાજ આવ્યો.
“ચાલ હું જાઉં હવે,નહી તો ફરી બધા ગાંડો કહેશે.” અનિકેતે ઘર તરફ પગ ઉપાડ્યા.
“ત્રણ વર્ષ પહેલા પત્ની નદી માં તણાઇ ગઈ ત્યાર થી એ દર પૂનમે પૂલ પર એકલો બકયા રાખે છે.” ગામ ના છોકરાઓ માં ગણગણાટ થતો હતો અને નદી એજ તીવ્રતા થી વહી રહી હતી!