● મને એ સમજાતું નથી.....
મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફુલડા ડુબી જતાં ને પથ્થરો તરી જાય છે.
ટળવળે તરસ્યા, ત્યાં જે વાદળી વેરણ બને
તેે જ રણ માં, ધૂૂૂૂમ મુશળધાર વરસી જાય છે.
ઘર વિનાં ઘૂૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર.
ને ગગનચૂંબી મહેલો જનસુના રહી જાય છે !
દેેવડીએ દંડ પામેે ચોર મુુુઠ્ઠી જાર ના
લાખ ખાંડી લૂંટનારા મહેેફીલે મંડાય છે !
છે ગરીબો ના કૂબા માં તેલ નુ ટીંપુ ય દોહ્યલુ
ને શ્રીમંંતો ની કબર પર ઘી ના દીવા થાય છે
મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફુલડા ડુબી જાય છે ને પથ્થરો તરી જાય છે.
~ કરસનદાસ માણેક