For અમદાવાદ
તાંત્રિક
લાગે છે ચાલ કોઈ સિદ્ધ તાંત્રિકની ;
બાંધ્યો છે એણે મહામૂલો વરસાદ!
ભીની ભીની લાગણીઓ મારે બાફ
અને એને કઠે આર્દ્ર એવી 'હાય' !
થોડું ચેન વહાલા,જો ઉપરથી વરસાવે
તો જ છોડું એનો આ લીલો વરસાદ!
રૂપિયા ગાડું અને હાશકારો ઉછીનો
એવી જ જિંદગી તું આપે ઉધાર!
આ બધી ભાંજગડમાં સૂરજ રીસાયા
ગોળ વિશ્વનો ખૂણો શોધીને સંતાયા!
નથી થતો વરસાદ, નથી વાદળને હાશ,
ત્રિશંકુ જેમ મેઘારાણા ક્યાં અટવાયા!
આપ્યું જીવન લગીર જીવતાં શીખવાડ,
હર હૈયામાં વહાલા,તું ઉલ્લાસ પથરાવ,
અબઘડી છોડું તો હું આ ઘેરણ મેઘનું
અને તાંત્રિક વળી પાછો ધોંસ દેતો જાય!
©અર્ચિતા દીપક પંડ્યા