વરસતા વરસાદ જેવો પ્રેમ મારાં માધવ ઈરછે છે..... એ ક્યાંય પણ.... કોઈ પણ પરિસ્થિતિ માં.... કોઈ પણ સમયે વરસી જાય છે...... નિર્દોષ છતાં પણ પ્રેમાળ......ખાડા.. ટેકરા.... નદી નાળા.... ગટર ગરનાળા..... ક્યાંય પણ કોઈ પણ હદો..... સરહદો..... કે દિશાઓ નાં બંધન વગર..... અને આપણો પ્રેમ પેલાં નળ જેવો..... કંડીશ્નલ.... જેટલો નળ ખુલે એટલું જ પાણી વહે.... એમ જેટલો પ્રેમ મળે એટલો જ માંડમાંડ આપવો....... પછી નિર્દોષ પ્રેમ ની અપેક્ષા માં જ જીવન ....એક નળ બની જાય.... જે વરસે ખરો પણ આત્મા ને ક્યારેય ભીંજવી નાં શકે...... મીસ. મીરાં....