Gujarati Quote in Shayri by Brijesh Shanischara

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો થોડુ જીવી લઈએ


દરેક નાં જીવન માં સારો અને ખરાબ સમય આવતો જ હોય છે .
જેમ અંધારી રાત બાદ નવી સવાર ઉગે છે , તેમ જીવન મા પણ ખરાબ સમય બાદ સારો સમય જરૂર આવે છે .

બની સકે કે અત્યારે તમરા ધાર્યા પ્રમાણે તમને પરિણામ ન મલે , બની સકે કે તમારો હાલ નો સમય કઠીન હોય . પણ એક દીવસ એવો
 જરૂર આવસે જ્યારે તમારો સમય સારો હસે અને તમે તમરા એ ખરાબ સમય ને યાદ કરતા હશો. ઈશ્વર નાં ઘેર દેર છે અંધેર નથી.

તમે ક્યારે કોઇ નું ઇ.સી.જી નું રીપોર્ટ જોયું છે ?
જે હૃદય ની તપાસવા કરવામાં આવતુ હોય છે.
એમા તમે જોશો તો તમને ઉપર નીચે લાઈનો 
દેખાસે અને એજ રિપોર્ટ કોઇ મરેલા વ્યક્તિ નું કરવામાં આવે તો ! તેમાં તમને એક સીધી લાઇન જ જોવા મળશે.

ખેર ઇ.સી.જી નું રીપોર્ટ  તો મેડીકલ નું વિસય
છે. પણ આપણે એમાથી પણ પ્રેરણા લઈ સકિયે કે જીવન મા પણ ઉતાર ચડાવ આવતા જ રહેશે જયાં સુધી જીવીત છીએ.

અને આપણને પણ એમાથી પસાર થવાનું જ 
છે. આપણ ને ઈશ્વર તરફ થી આવુ સરસ 
જીવન મળ્યું છે તો તેને થોડુ દીલ થિ જીવી લઈએ સમય ઘણો બલવાન છે અને આપણો
વિસ્વાસ એનાં થી પણ બલવાન છે.

Gujarati Shayri by Brijesh Shanischara : 111023350
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now