Gujarati Quote in Quotes by Kamlesh

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

‘ આપણે આટલી હદે નવરા કેમ છીએ’? 

પહેલું કારણ આપણી  સમાજ વયવસ્થા જ એવી કે બાળઅવસ્થાથી લઈને યુવાઅવસ્થા અથવા લગ્નગ્રંથિમાં જોડાય ત્યાં સુધી એમને ક્યારેય એવું શિખવવામાં આવતું નથી કે, ‘ જીવન કેમ જીવાય?’ આપણે એમને બસ પૈસાદાર કેવી રીતે  થવાય અને સફળ કેવી રીતે થવાય ? એટલું જ શીખવીએ છીએ  અને જીવનનું લક્ષ  એજ જ છે એટલું જ સમજાવીએ  છીએ. ભણો ,સારી નોકરી અને જીવનસાથી  મેળવો બસ જીવનનું લક્ષ પૂરું.આપણે મહત્વાકાંક્ષી નથી. શિક્ષણવ્યવસ્થા પણ એવી છે કે વિધાર્થીની હોશિયારીનું આકલન માત્ર ટકાવારી પૂરતું જ સીમિત રહી ગયું છે. ભલે પછી એમાં અક્કલ હોય કે ન હોય ,ગોખણપટ્ટીથી કેમ ન લાવ્યો હોય?  એટ્લે જ ઘરડા લોકોનાં  મુખે સાંભળવા મળે, ‘ ભણ્યા  પણ ગણ્યા નહી’. જીંદગીની સાચી સમજ જ કોઈ આપનાર નથી.ભણતર  સિવાય બીજી કોઈપણ પ્રવૃતિમાં સંતાનને રસ હોય એનામાં કુદરતી કેટલાંક ગુણો હોય છત્તા  પણ માં-બાપ એને ખીલવા દેશે નહી અને ડાયલોગ મારતા હોય છે, “ આ બધુ નહી કામમાં આવે ભણો ભણો” ‘પછી આજ ભણેલાઓ ક્રિકેટની મેચ જોવા આખી રાત લાઇનમાં ઉભા રહી એક ટિકિટ માટે તપસ્યા કરે છે! સચિનને ભગવાન માને છે.3 કિંગખાન પાછળ ઘેલા થાય છે.વિરાટ ,સાઇના નેહવાલ જેવાની વાહવાહી કરતાં ફરે છે.
         કહેવાનો મતલબ એ છે  કે આપણે આપના સંતાનોને જીંદગીનો અર્થ બહુજ સંક્ષિપ્તમાં સમજાવેલ છે.બસ સારી ડિગ્રી મેળવવી, સારી નોકરી મેળવવી,પરિવાર વસાવવો,સમાજમાં થોડું માન ઇજ્જત હોય,આટલું મેળવવામાં ક્યારે આપની જિંદગીનો અંત આવી જાય ખબર જ નથી પડતી. આવી ઘીસીપીતી જિંદગીમાં થોડોગણો પણ ફેરફાર થાય તો અથવા આવી સીધીલીટીનું પરિણામ ના આવે તો આપણે જિંદગી હારી જઈએ છીએ,બોજારૂપ લાગવા માંડે છે.કા તો  આપણે માનસિક થઈ જઈએ અથવા ડિપ્રેસનનો ભોગ બનીએ અથવા પલાયનવૃતિ અપનાવતા હોઈએ છીએ. ભારતમાં દસ  ટકા બાવાઓની સંખ્યા તો એટ્લે જ વધેલી હશે કે જેમને ઘરની જવાબદારીઓથી ભાગીને ઘર છોડી દીધું હશે!.
    બીજી સૌથી મોટી ખામી એ છે કે આપણે સ્વાર્થી અને સ્વકેંદ્રી છીએ. આપણે એવા જ  કામ કે  પ્રવૃતિઓ કરીએ છીએ જેમાંથી નફારૂપી આવક કે અન્ય  ફાયદો થવાનો હોય. આપણે સમાજ માટે ક્યારેય નિવાર્થ કામ કરતાં નથી કે સમાજ માટેનું આપનું ઋણ અદા કરવા ટેવાયેલા જ નથી. આપણે ક્યારેય આપના શારીરિક અને માનસિક ફાયદાના કામો કરતાં જ નથી કે  કોઈ જ પ્રકારના સર્જનાત્મક કાર્ય  કરવા ટેવાયેલા નથી અથવા ઉદાસીન છીએ.એટ્લે સુધી કે જ્યારે આપણે આપણી   સંઘર્ષમય જિંદગીમાંથી મુક્ત અને નિવૃત થઈ જઈએ છીએ ત્યારે અપણને એવું સમજાતું નથી કે આ સમયનો ઉપયોગ શું કરવો? એટ્લે આપણે કોઈ ધાર્મિક સંસ્થાઓ,સંપ્રદાયો,બાવાઓ,ફકીરો પાછળ લાગી જઈએ છીએ અથવા બીનજરૂરી દેખાડો કરવા,ફોરેન ટુર જવું,દાન પુણ્ય કરવા આ બધુ આપણે એટ્લે કરીએ છીએ કારણ એમાં આપણે આનંદ શોધીએ છીએ. પરંતુ એ આનંદ  થોડા સમય માટે હોય છે. પછી એવા કામોમાંથી આવતો આનંદ પણ નાશ પામે છે ત્યારે શું? ફરી હતા ત્યાંના ત્યાં.ક્યારેક નશાના રવાડે પણ એટ્લે જ ચઢતા હોય છે કારણ “આપણે નવરા છીએ”.

શબ્દ અને વિચાર …..
નિતુનિતા …..

Gujarati Quotes by Kamlesh : 111023214
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now