Gujarati Quote in Microfiction by Mahendra Sharma

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૉલેજમાં તારા અને અલ્પેશનાં સબંધો ખૂબ ચર્ચામાં હતા.
'મેં કેટલીય વખત તને લેક્ચર બંક કરીને અલ્પેશ સાથે બાઈક પર રખડતા જોઈ હતી...', સુરેશ બોલ્યો.

'હા, અને તું... તું કંઈ સાધુ સંત નહોતો. પેલી મૉડર્ન વિચારોવાળી બ્લુ સ્કર્ટ ફેમ રમા સાથે મેં તને કેટલીય વખત કૅન્ટીનમાં હસી હસીને વાતો કરતા જોયો હતો..', સુશીલા બોલી.

'પણ જો એ દિવસે અલ્પેશ દારુ પીને કૉલેજ ના આવ્યો હોત અને એણે તારી જોડે પેલી હલકી મજાક ના કરી હોત તો આજે આપણે સાથે ના હોત કેમ?...', સુરેશ બોલ્યો.

'હાશ તો, સારું જ થયું. નહીંતર એ દારુડિયા સાથે જીવવું અઘરું બની જાત.... થેંક્યું હોં, તે મને ખરા ટાઈમે પ્રપોઝ કરીને પટાવી લીધી...'

'પહેલા આપણા લગ્ન, પછી છોકરાં, એમની સ્કૂલ, કૉલેજ... અને આજે તો સ્મિત અને સ્મૃતિનાં લગ્ન પણ થઈ ગયાં. હાશ...', સુશીલા લાંબો હળવો શ્વાસ લેતા બોલી

'તો બસ હવે ચાલ, આજે ના પાડતી નહીં,
બેસ મારી પાછળ બાઈક પર, તને આપણી કૉલેજ બહાર મળતી પેલી ચોકલેટ ચિપ્સ કૉલ્ડ કૉફી પીવડાવવા લઈ જાઉં, તને બહુ ભાવે છે એ મને ખબર છે...સુરેશ..' બાઈકની કિક મારતાં મારતાં બોલે છે.
- મહેન્દ્ર 'પ્રેમી'

Gujarati Microfiction by Mahendra Sharma : 111019775
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now