હા હતી એક પાગલ...!!
'હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી..
એટલે જ એ ધબકાર બની મારાં હૃદય માં ધડકતી હતી..'
'લોકો તો મારાં શબ્દો ને ઓળખતાં ..
પણ એ મારાં મૌન ને પણ સાંભળતી
ક્યારેક ના બોલાયેલું પણ સમજી જતી..
છુપાવતો ઘણી વાતો પણ એ બધું જાણી જતી હતી..
હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી..'
'મન માં ઉદ્દભવતાં દરેક વિચારો..
મારાં થી થતાં દરેક વ્યવહારો..
સાચું કહું તો શરીર ની નસેનસ માં વહેતાં રક્ત પર પણ..
પોતાનું એકહથ્થુ આધિપત્ય જતાવતી હતી..
હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી..'
'એકાંત સડકો અને સુનકાર ગલીઓમાં
વરસતાં વરસાદે તો ક્યારેક કાતિલ ઠંડી માં..
હોય ખુશીઓ ની વસંત કે દર્દ રૂપી પાનખર
હંમેશા હાથ મારો એ મજબૂતાઈ થી પકડતી હતી..
હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી..'
'તડકો હોય તો છાંયડો બનતી
અને ઠંડી માં મળતી એની મીઠી હૂંફ
રડતો તો એનો ખભો ધરી દેતી અને
અને હસું તો મુજ અધર પર નીજ અધર રાખી દેતી..
હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી.'
'આજ પાસે છે બધું પણ કંઈક ખૂટે છે.
એ પાગલ વગર હાસ્ય પણ હાથતાળી દઈ છૂટે છે..
પોતાની યાદો ને એ મારી પાસે મોકલી..
મને યાદો થકી સાચવે છે, જેમ પહેલાં એ રૂબરૂ સાચવતી હતી
હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી.'
'લોકો મળે છે..મારી સાથે વાતો કરે છે..
ખુશી નાં દિવસો તો ક્યારેક પસાર હસીન રાતો કરે છે..
કહે છે કે તને અમારો ગણી અમે સમજીએ છીએ..
એમના આ દાવા પર મંદ મંદ એ દૂર થી હસતી હશે..
હા એક જ છે એ પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી,
સમજે છે અને સમજતી રહેશે..!!'
હા હતી એક પાગલ જે મને મારા થી પણ વધુ સમજતી હતી..!!
Miss u pgl..
★★★■★★★
જતીન.આર.પટેલ (શિવાય)