◆છેલ્લો કોલ◆
'વર્ષો બાદ આવ્યો એક અજાણ્યા નંબર પર થી કોલ..
મેં રિસીવ કર્યો એટલે કોઈ બોલ્યું જતીન શું કરે બોલ?'
'હતો નંબર અજાણ્યો પણ નીકળ્યો જાણીતો અવાજ..
વર્ષો વીત્યાં બાદ આજે પણ દિલ પર કરતી હતી એ રાજ'
'કામ વગરની અહીં તહીં ની એને કરી ઘણી વાતો..
ક્યારેક સારા દિવસો તો ક્યારે વિતાવેલી હસીન રાતો..'
'મારા વગર એ અત્યારે ઘણી ખુશ લાગતી હતી..
હું પણ ખુશ રહું સદા એવું હજુ એ માંગતી હતી..'
'બસ પછી મારા એક વાતે એને ઉંડે સુધી હચમચાવી દીધી..
એ તને મારા જેમ રાખે છે ને ખુશ?.એક સવાલે એને રડાવી દીધી.'
'તારા વગર હું જીવું છું પણ એ માત્ર ને માત્ર ખાલી શ્વાસ લેવા પૂરતી..
એ મને ચાહે તો છે પણ હું એનાં માટે છું જાણે આરસ ની મુર્તિ..'
'એ મારાં તન ને સ્પર્શે છે પણ મન સુધી પહોંચી નથી શક્યો..
લાગણી નું નાનું બીજ પણ હૃદય માં રોપી નથી શક્યો..'
'ઈચ્છા તો છે બધું મૂકી આવી જાઉં તારી પાસે દોડીને..
તું જ છે મારો તો આવી જાઉં આ બધું નકામું છોડીને..'
'પણ શું કરું હું મજબૂર છું આ જગત ની આ ખોટી રીતો માં..
બસ હવે તો તને યાદ કરી લઈશ મારાં દરેક ગીતો માં..'
'બસ જતીન તું પણ તારી જીંદગી જીવી લેજે સુખે થી..
દિલ માં રાખવી હોય તો ઠીક પણ નામ નાં નીકળે મારુ મુખે થી..'
'હોઈ શકે તો મારી મજબૂરી સમજી મને કરજે માફ..
તારાં દિલ માં ખરડાયેલી મારી છબી ને પ્રેમ થી રાખજે સાફ.'
'બસ આટલું જ કહેવા તને આજે કર્યો હતો યાદ..
સાચવજે તને..હવે દિલ માં ના રાખતો કોઈ ફરિયાદ..'
'હું કંઈ બોલું એ પહેલાં એને ફોન ને ડૂસકાં સાથે કટ કરી દીધો..
એનાં આ કોલે મુજ અધૂરા ને ફરી અધુરો કરી દીધો..!
◆◆◆◆◆◆◆◆
જતીન પટેલ