Gujarati Quote in Quotes by Het Vaishnav

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.



જયારે મારુ મૃત્યુ થશે તો
તમે મારા
પરિવારજનોને મળવા આવશો
અને મને ખબર પણ નહિ પડે તો
હમણાં જ આવી જાવો ને મને મળવા. 

જયારે મારુ મૃત્યુ થશે
તમે મારા બધા ગુનાઓ
માફ કરી દેશો
જેની મને ખબર પણ નહિ પડે તો
આજે જ માફ કરી દો ને. 

જયારે મારુ મૃત્યુ થશે ત્યારે
તમે મારી કદર કરશો અને
મારા વિષે સારી સારી વાતો કરશો
જે હું સાંભળી નહિ શકુ તો
હમણાં જ બોલોને. 

જયારે મારુ મૃત્યુ થશે ત્યારે
તમને થશે કે માણસ
ઘણો સારો હતો એની સાથે
થોડો વધુ સમય વિતાવ્યો હોત તો
સારુ થાત તો
આજે જ આવી જાઓ ને. 

એટલા માટે કહું છું કે
રાહ નહિ જુઓ
રાહ જોવામાં ક્યારેક
બહુ મોડુ થઇ જાય છે..!!

એટલા માટે સગા-સબંધીઓ અને મિત્રોને કોઈ પણ જાતની અપેક્ષા અને અભિમાન રાખ્યા વિના...
*મળતા રહો, બોલતા રહો, હસતા રહો.. 
- ઑશો રજનીશ

Gujarati Quotes by Het Vaishnav : 111018668
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now