હે માનવ જાત તું શીદ ને આમ કરી રહ્યો છે
શેના વાસ્તે અહીંતહીં બસ સમય પસાર કરવા સ્વાર્થ ના સંબંધો ખીલવી રહ્યો છે!
જે કશેજ કામ નહીં આવે...સ્વાર્થ પૂરો કોણ હું કોણ તું એટલું જ થઈ જશે આ ક્ષણિક સંબંધો માં
શુ કામ તારી એકલતા ને જીરવી નથી શકતો!!...
એકવાર એને પ્રેમ થી પૂછી તો જો કદાચ દરેક એ હતા નતા સંબંધ થી અનેરો સાથ આપશે એકલતા!
જ્યારે તું ખુદ ને એ એકાંત માં માણી શકીશ જાણી શકીશ ત્યારે બધું જ પામી શકીશ...ને પ્રેમ તો એક ભેટ તરીકે મળશે જ મળશે!
પણ પેલા તું તારી માંહે રહેલા તારી જાત ને પ્રેમ કર બાકીના દરેક નો પછી વારો આવે ને!!
આવું કરી તો જો યાર એક વખત
હું તને ચોક્કસ થી યાદ આવીશ ને મારી આ સલાહ પણ
અને હું બીજું કોઈ નહીં તારો સારો નરશો. લકી અનલકી સમય જ છું.....
બસ એક વાર તારી જાત ને પ્રેમ કરી ને જો.....સિકંદર થી પણ મોટો વિશ્વવિજેતા થઈ જઈશ..!
-Hina modha