Gujarati Quote in Shayri by Ketan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાળપણનુ મારૂ ફળિયુ ખોવાયુ
                 અને
રમતો *હુ* એ મારુ *આંગણુ* ખોવાયુ

નથી છીપાતી તરસ ફ્રીજ ના પાણીથી 
                   કેમકે
રસોડામાં રમતું એ *પાણીયારુ* ખોવાયુ

નથીરે આવતુ લુંછવા *આંસુ* આજ કોઈ મારા
                     અને
મારી *'મા'* લૂંછતી એ આજ *ઓઢણુ* ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે 
                   જયારે
કિલોમીટર મને દોડાવતુ એ મારુ *પૈડુ* ખોવાયુ

બત્રીસ ભાતના *ભોજન* કયા ભાવે છે હવે 
                     ત્યારે
*ગોળ ઘીનુ* મારી મા-બેની નુ એ *ચુરમુ* ખોવાયુ

મારવા પડે છે મિત્રો ના દ્વારે હવે*ટકોરા*  
                   કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે *બારણું* ખોવાયુ

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ *કાગળ*નુ 
                      
ત્યાંર ની એ *દફ્તર*ને એ મારી *પેનને પાટીયું* ખોવાયુ

ધણા દોસ્તો છે  *ફેસબુક* અને *વોટસએપ*મા                   
                      પણ

*લંગોટીયા યાર* સાથેનુ મારું આખે આખું *ગામ* ખોવાયુ.

    મિત્રો ને મારા રામ રામ..

Gujarati Shayri by Ketan : 111018252
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now