તારી નિઃશબ્દ આંખો ના મૌન સંભળાય છે
તારી આંખોથી આંખો ના સંવાદ થાય છે
શોધું તને જો અનંત આભમાં
મુજને મારા શ્વાસમાં મળી જાય છે
મારા ખાલી-ખમ હાથોમાં જ્યાં તારો હાથ મળે
જ્યાં અથાગ લાગણીઓનો સરવાળો થાય છે
આમ તો ઝાંકળ ને ફુલનો ક્યાં સંગાથ થાય છે
નાદાન છું ?જે તને જોઉં અેટલી વાર પ્રેમ થાય છે