મન મારુ પગરવ કરતુ, એને શોધતુ ચારેકોર
નિખાલસ્તાથી વાતો કરતા, એણે કરયો મોટો ડોળ
હસતા રમતા જીવનને, લૂંટી હાલ્યો એ ચોર
સમજાયુ મુજ શૂન્યને, જીવનની વ્યથા ના કોણ..
વર્તાશે પ્રેમ એને પણ જો, સાંભળશે માંહ્યલી કોર
ભાવનાથી પણ પરે આ શબ્દો, તુ વાંચજે મારી 'કૃતિ'
અવિરત કલ્પાત કરતુ હૈયાના, અંતરમાં તારી સ્મૃતિ
સમજાશે આજ નહિ કાલે પણ, મળીશ નહિ લગીરે
હૈયામાં હતુ જે ઠાલવ્યુ, આવવું છે તારી સમીપે
રાહ જોતો હું ક્યારનો પટકાયો અર્શથી ફર્શ...
આવીશ તો જ પામીશ હું જીવનમાં ઉમંગને હર્શ.....