રાહ મે ત્યાં જ જોઈ છે તારી
જ્યા બેસાડી તુ અમને ગઈ તી
એમ જ રાખ્યૂ છે ગોઠવીને બધું
જેમ તુ બધુ છોડી ને ગઈ તી
ખબર હતી કે તું પાછી ફરવાની છે જીંદગીમાં
થયું હતું કે લાવ થોડૂ આડાઅવડૂ કરી લઉ
પણ નવરો તો હજૂ ય નથી પડ્યો
જે યાદો માં તૂ છોડી ગઈ તી
હવે શું કહું તને તૂ પાછી જ આવી ગઈ છે તો
જિંદગી ત્યાં જ અટકી તી જ્યા તૂ છોડી ગઇતી
પ્રેમ તો તેને ત્યારે ય કરતો તો ને આજેર કરું છૂ
ઓળખ્યો તે મારા પ્રેમને ત્યારે મુક્તિ અપાઈ ગઈતી