હજુ હમણાં જ એક સંબંધી ને ત્યાં થી જમીને આવી.કેટલી વાર કહેવા છતાં મારો પાંચ વર્ષ નો બાબો ત્યાં ના જમ્યો. થોડુ જમી રમવા લાગ્યો.ઘેર આવીને 11 વાગ્યે જમવા માગ્યું.હું થોડુ વઢી અને મેં તેને જમાડયો.જમતા જમતા તેણે મને કહ્ય 'મમાં તું ખોટુ બોવ બોલે છે' મેં પૂછયુ 'કેમ હું શું ખોટુ બોલી'તેણે કહ્યુ તું તો કહેતી તી ને તું સરખું જમી લે રાતે કંઈ જમવાનું આપીશ નહીં .તું રોજ એમ જ કહે છે.ને પછી જમવાનું આપે છે.મારા ફ્રેન્ડ ના મમાં હંમેશા સાચુ બોલે છે.એ કહેતો હતો કે 'હું જ્યારે જ્યારે તોફાન કરું ત્યારે મારા મમાં પણ મને એમ જ કહે છે.પણ પછી એતો સાચે જમવાનું નથી આપતા.એના નવા મમાં છે ને એટલે એ સાચું બોલે છે.તું તો જૂની છે તોય ખોટું બોલે છે. મારી પાસે એના આ પ્રશ્ન નો કોઈ ઉત્તર ન હતો. We are so lucky ...કે આપણી પાસે આવું ખોટું બોલનારી' માં છે........
J.S.jadeja