કાશ કે ...
તારાથી મુલાકાત થાય, વળી પાછી પ્રિતની વાત થાય...
સમયનું કાંઈ ના ચાલે, ના દિવસ ઢળે કે ના રાત થાય...
દુનિયાને એક તરફ મૂકી, બસ તારી-મારી વાત થાય...
જિંદગીને વાળીને એક નવી શરૂઆત થાય...
જ્યાં દિલની ધડકન જ્યારે થમે,
ત્યારે દિલ પર એકબીજાનો હાથ રહી જાય...