હું સુતો હોઉં ને તારી લટ મારા મ્હો પર સરે,
એ મને ગમે છે.
મારી ઉપર તું ક્યારેક સાવ ખોટી દાદાગીરી કરે,
એ મને ગમે છે.
મને સહેજ કઈ થાય ને તારો જીવ બહુ બળે,
એ મને ગમે છે.
મને મોડું થાય ને તને મારા પર બહુ ગુસ્સો ચડે,
એ મને ગમે છે.
નાની નાની વાતોમાં મને તારી બહુ જરૂર પડે,
એ મને ગમે છે.
તું મારા વાંક ગુનાઓ ભૂલી જઈને મારા પર મરે,
એ મને ગમે છે.
હું સંતાઉ ને તું મને શોધવા રઘવાયી થઈને ફરે,
એ મને ગમે છે.
રોજ ઝગડીએ ને તોય તું મને તારો પોતાનો ગણે,
એ મને ગમે છે.
તું બસ ખોવાયેલી હોય મારામાં જ પ્રત્યેક ક્ષણે,
એ મને ગમે છે,
કશું સારું ના હોય તોય બધું સારું છે કહી મને છળે,
એ મને ગમે છે.
આપણા બંનેના પ્રેમની મિસાલ અપાય દરેક ઘરે,
એ મને ગમે છે.