*આઘાત*
આ શું કાન્હા તું જાય છે?
તારું ગોકુળ, ગૌ ધન
મા યશોદા ,નંદબાવા
ગોપ ગોપી
યમુનાતટ, વનરાવનની કુંજ ગલી..
આ સઘળું છોડી..?
ને મને પણ છોડીને?
તારા વિના હું કેમ જીવીશ?
આવો આઘાત ના કર કનૈયા..
રાધે ...રાધે..
તું પણ..
તું તો મારો શ્વાસ
મારા હ્રદયનો ધબકાર..
મારી પ્રાણપ્રિયા
જયાં હું ત્યાં તું
દ્રશ્ય કે અદ્રશ્યરૂપે સાથેને સાથે
આતો નિયતિ
એના ખેલ ખેલ્યા કરે..
જવું તો પડશે
ના બાંધ તારા પ્રેમમાં
હા! રાધિકે વિદાય આપો ..
પ્રયાણ તો કરવું જ રહ્યું..
ઓ ચિતચોર જા ..
નહીં બાંધુ તને..
પણ
આ યાદોને પણ એક ધક્કો મારી
લઈ જા..
(ભીની આંખો હૈયે ના જા નો ચિત્કાર
છતાં એક હળવો ધક્કો ને )
જા કાન્હા જા
હવે ના આવતો અહીં ...
આઘાતથી કાન્હો ઉવાચ
તથાસ્તુ રાધે તથાસ્તુ..
તારી ઈચ્છા એ જ તો..
એમ જ થજો
રાધે ..કાન્હા રાધે ..કાન્હા
સ્વર ગુંજતા સ્વર રહ્યાં..
'કાજલ'
કિરણ પિયુષ શાહ
૦૪/૦૫/૧૮