સરિતા સાગર
હું પ્રિયતમા છું સાગરની
અધિરી બની દોટ મુકું
મારે હૈયે તસ્વીર સાગરની
હું છું અમૃત જીવનનું
મારી આત્મા છે સાગરની
હું તેને આત્મસાત કરું
એ ઈચ્છા મારા સાગરની
હું હૈયે તેને માનું પોતીકું
એ સમજણ છે સાગરની
અર્પિત આખું જીવન મારુ
મને ભાળ મળી સાગરની
હું થી આપણે થશું
એ આશ સરિતા સાગરની
હું એજ મોજ માણું
હું કુમારિકા મારા સાગરની