બસ એક વાત ભાગ -3
વીણાબેનનાં ઘરનું વાતાવરણ જોતા જ હું સમજી ગઈ કે મોસમીનાં કોઈ કારણથી ઝઘડો થયો છે. મોસમી ખૂણામાં ઉભી ઉભી રડતી હતી. તે રડતા રડતા ધ્રુજતી હતી. ડૂસકા ભરતી મોસમી જાણે કંઈક કહેવા માગતી હોય તેમ બધા સામે નજર ફેરવી નીચું જોતી ઉભી રહી.
થોડીવાર વાતચીત પછી ખબર પડી કે મોસમી પેપર લખતા લખતા સૂઈ ગઈ હતી .એટલે રમણભાઈએ તેને મારી હતી. સોટીનો માર ખાવાથી શરીર પર જામા પડી ગયા હતા. રમણભાઈ કે વીણા બેન ને એ નાં સમજાયું કે મોસમી રાત્રે મોડા સૂધી વાચતી હતી એટલે પરીક્ષામાં પેપર લખતાં લખતા સૂઈ ગઈ હતી.રમણ ભાઈ થોડા શાંત થયા એટલે મોસમી ને હું મારા ઘરે લઈ આવી