તારા મનની વાત.. ભાગ - 9
દર વખતની જેમ આજે પણ અદિતી અને અર્જીત ધાબા પર મળ્યા પણ આજે અર્જીત બદલાયેલો લાગતો હતો. 'કેમ કંઈ બોલતો નથી ? ' અદિતી એ શાંતીથી પૂછ્યું .
તારી સાથે એક વાત કરવી હતી પણ કેવી રીતે કહું સમજાતું નથી ! અર્જીતે વિચાર કરતો હોય તેમ કહ્યું. વાત એમ છે, કે મારા પપ્પાને બિઝનેસમાં બહું જ લૉસ થયો છે. એટલે આ ઘર વહેચી બીજે રહેવા જવાના છીએ .આ વાત અમે કોઈને કરી નથી. હું હવે ભણવાનો નથી પણ કંઈક ધંધો કરીશ ઘરમાં થોડી હેલ્પ થાય એટલે તું વિચારીલે મારી સાથે તું રહી શકીશ ?
અદિતી આ બધું સાંભળ્યા પછી પણ તે સ્વસ્થ હતી .
'તું બીજે રહેવા જઈશ તો મને નઈ ફાવે અહીં, હું તો ત્યાં મળવા આવીશ તને અને હું તને પ્રેમ કરૂ છું તારા પૈસાને નહીં તારા સુખ દુ:ખમાં હું હંમેશા તારી સાથે રહીશ. '
આદુ વાત આટલી નથી યાર ... મારા મમ્મી એ એક છોકરી જોઈ છે. સરકારી નોકરીમાં ફૂલ પગારમાં છે.મમ્મીનું કહેવું છે, કે હું એની સાથે લગ્ન કરી લઉં તો ઘરની પરિસ્થિતિ સુધરે ......
' હા, તો કરીલે લગ્ન હું ક્યાં ના પાડું છું ! ' અદિતી ના ગળે ડુમો ભરાઈ ગયો. એની આંખો ભરાઈ આવી ..' મને કોઈ વાધો નથી તું ખુશ હોય તો ..આમ, પણ મેં રાહ જોઈતી પાંચ વર્ષ તે એમ જ પ્રપોઝ કર્યું હતું . એટલે ભૂલતા તને બહું વાર નઈ લાગે ..અર્જીત મારા માટે તું તારી લાઈફ બગાડીશ નહીં .હું તો પેલા પણ તને પ્રેમ કરતી હતી અને કરતી રહીશ .તને પ્રેમ કરવા માટે મારે તારી જરૂર નથી .. તારી યાદો જ મળી ગઈ એ જ બહું છે,મારા માટે ! ચાલ, બાય... હું જાઉં રાત બહું થઈ ગઈ છે. લગ્નમાં તો બોલાવીશ ને ! ' અદિતી આખી રાત રડતી રહી અને રડતા રડતા સૂઈ ગઈ.
ત્રણ દિવસ સુધી અદિતી ઘરની બહાર નીકળી નહીં કે પોતાનાં રૂમની બાલ્કની નો દરવાજો પણ ખોલ્યો નહીં.એકલી એકલી રડીતી ...અર્જીતની યાદમાં લખેલી સાયરીઓ વાંચી ડાયરી લઈ .. સુઈ જતી.. કહેવું તો ઘણું હતું અર્જીતને પણ એ શું નિર્ણય કરે છે. અદિતી એની રાહ જોતી હતી... કે અર્જીત તેને સ્વીકારે છે, કે પૈસાને !