હા તારી યાદો સાથે પણ મને પ્રેમ છે
જેમ તારી સાથે હતો, બિલકુલ તેમ છે
થાય ભલે જે થવાનું હોય, નથી ફિકર
તને પામીનેજ રહેવાની લીધી નેમ છે
સતાવી લે, તારા માં શક્તિ હોય એટલું
મારા માટે જિંદગી, તારા માટે ગેમ છે
વિખુટા થયા પછી સમય અટકી ગયો
પૂછીશ તુંય કે તું એમનો એમ કેમ છે
આશ છે ત્યાં સુધી જીવશે જ
હજી છે વહેમ કે ઈશ્વર ની થોડી રહેમ છે...