Gujarati Quote in Shayri by NARENDRAKUMAR RAVAL

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છુપી છે દરારે વ્યથા આપણી
કરે છે બયાં એ વફા આપણી
જુઓ બંધ દ્વારે ટકોરા પડે
રહસ્યો ભરી કંદરા આપણી
ધરી મૌન બેઠો જમાનો જુઓ
છે કેવા રિવાજો, પ્રથા આપણી
રહ્યો ના સહારો, કિનારો છૂટ્યો
સમયનાં સિતમની દશા આપણી
હ્રદયથી વહે રકતધારા ભલે
ન ચ્હેરો જતાવે, કથા આપણી...

Gujarati Shayri by NARENDRAKUMAR RAVAL : 110165638
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now