ઉછળી-ઉછળીને હું બહુ થાકી ગયો છું,
હવે તો બસ કિનારાની જ રાહ જોઈ રહ્યો છું !
થોડો ભાગ મને પણ જોઈએ છે,
હું હાંસિયો પડવાની રાહ જોઈ રહ્યો છું.
ઓ રજની વાદળોની આ ચાદરને જરા હટાવ,
હું ઘણાં સમયથી શશિની રાહ જોઈ રહ્યો છું.
મારો સંદેશો કોઈ ઝરણાંને પહોંચાડી દેજો,
કે હું સરિતાના આવવાની રાહ જોઈ રહ્યો છું.
'ઔદેસી' પસંદ તો મને ઘણાં બધાં છે,
પણ હું કો'ક અંગતની રાહ જોઈ રહ્યો છું.
-ધ્રુવકુમાર રાણા 'ઔદેસી'