આ આકાશમાં તિરાડો કોણે પાડી હશે ?!
લાગે છે વાદળોને પણ મિલકત જોઈતી હશે.
જેણે એક વત્તા એક ગણતા જ આવડતું નથી,
એણે મારા ધબકારાની ગણતરી કેવી રીતે કરી હશે ?!
મોંઘી દવાઓની પણ કોઈ અસર થતી નથી ,
લાગે છે ત્યાં એ બેવફાને મારી જરૂરત પડી હશે.
આમાં વાત અસ્તિત્વની તો આવતી જ નથી,
કદાચ તમારા વ્યક્તિત્વમાં જ કૈંક ખામી હશે.
મારી ટપાલ વૈકુંઠ સુધી પહોંચી જ નથી,
લાગે છે ટપાલીને પણ કો'કે લાંચ આપી હશે.
ઓ હરિ એ તો તેં જ કોઈ રમત રમી હશે,
બાકી મને છોડીને કોઈ જતુ થોડી હશે !!