ચાંદની રાત માં
તારાઓ ની સંગાથ માં
આવી જાય છે મને તારી યાદ..
છે ઘણી જ ફરિયાદ પણ તને જોવ તો ખબર નહિ કેમ નહીં રહેતી યાદ એ દરેક ફરિયાદ..!!
ક્યારેક એ ચંદ્રમા ની પ્રતિમા માં તારી ઝલક દેખાય તો
ક્યારેક એ ટમટમતા તારલા ઓ માં તારી શરારત છલકાય તો
ઘણી વાર તને સ્મરણ કરતા એ આકાશગંગા રૂપી તારા ભોળપણ માં બધું જ ભૂલી જવાય ..બસ બધું જ વિસરી જવાય..!
ને અનેકવાર એ મનમોહક પવન માં તારી યાદો નું ઝરણું જાણે અનોખી ગતિ કરવા લાગે.. !!
ખબર નહીં બધું જ ગમવા લાગે ખાલી તારું નામ લેવાતા જ,,
અણગમતું મનગમતુ થતું જાય...જે બસ તારાથી જ તો છે અલમસ્ત...
- Hina modha