કૉલૅજ લવ સટૉરી ભાગ- 1
તારા મનની વાત..
(આજે અદિતી માટે કોલેજનો પહેલો દિવસ હતો. એની બેસ્ટ ફ્રેન્ડ મોહિની ની મહિના પહેલા જ કૉલેજ ચાલુ થઈ ગઈ હતી. અદિતીનું લૅટ અૅડમિશન હતું. )
અદિતી : યાર ,ક્યારની કૉલ કરુ છું ઉપાડતી કેમ નહોતી ?
મોહિની : લૅક્ચરમાં હતી બકુ તું નીચે કેમ્પસ્ માં જ ઉભી રે હું પાંચ જ મિનિટમાં આવું છું.
અદિતી : ઑ...કૅ, કમ.
મોહીની : (એક સ્વીટ હગ કરતા હાય આદુ )
અદિતી : યાર ,તું કૉલૅજમાં આદુ ના કે પ્લીસ ....
મોહિની : ચાલ કૅનટીનમાં જઈએ .
અદિતી : ( કેનટીનનાં બગીચામાં જોતાં) મોનું આજો લવરીયા ત્રણ વર્ષ પછી તું કહાં...મેં કહાં.. (એકહાથ માંથા પર અડાડી)
મોહિની: એ..અઈ ચાલું ના પડી જતી ડ્રામો કરવા ચાલ તું અંદર.
(બંન્ને જણ એક ખાલી ટેબલ પર જઈ બેઠાં )
અદિતી : તું શું ખાઈશ ? મારે તો સમોસા એક ,એક સેન્ડ વીચ.
મોહિની : બે કેમ ?
અદિતી : પાછળ પેલી બન્ને આવતી જ હશે . (નખરાં કરતાં લે... તું અહીં બેઠી છે. મોનું ,અમને તો ખબર જ નહોતી.)
(સ્કૂલમાંથી જ ચાર જણનું ગ્રુપ હતું.અદિતી, મોહિની,સ્મિતા, દિવ્યા )
મોહિની : નામ લીધુંને આવી ગયા.
અદિતી : આવવા દે પૈસા તો આપડે જ આપવાનાં છે !ચાલ ઑડર આપી આવું તારું પણ સેમ કહી દઈશ.
સ્મિતા : (મોહિની પાસે બેસતાં ) આજે તો મસ્ત લૅક્ચર હતું નઈ ! બૉરીન્ગ નહોતું.
દિવ્યા : આનંદ સરનું આમ પણ મસ્ત લૅક્ચર હોય છે. (અદિતી ને જોઈને )ઑ....હો તું કયારે આવી હવે મજા આવશે કૉલેજમાં તારા વગર આ મોહિની એકલી પડી ગઈ હતી.
અદિતી : સાચું કહું તો મને પણ ઘેર નહોતું ગમતું .
મોહિની : બધું રેવા..દે.. અર્જીત શું કરે તારો?
અદિતી : કંઈ નઈ યાર પાંચ વર્ષ થયાં સામે જોવે છે. બસ મોઢા માંથી કંઈ ફાટે તો કંઈ ખબર પડે ને ! (અદિતીનું મોઠું સાવ પડી ગયું .એણે પાંચ વર્ષથી એક જ માણસ ને સાચા દિલ થી પ્રેમ કર્યો હતો.)
મોહિની :ચાલ, મોઠું આવું ના કર અને કાલથી થોડી વહેલી આવજે .ડોકયુમૅન્ટની ઝેરોક્ષ કાલ આપી દે જે ફી સાથે.
અદિતી: હવે હું લૅક્ચરમાં જઉં !
મોહિની: બ્રેક પછી આજે લેક્ચર નથી .હવે ઘરે જઈએ મૅડમ.
અદિતી :ચાલ.
(બન્નેનાં કૉલેજનાં ગેટ સુધી સાથે ચાલતાં જતાં.સ્કૂલમાં હતાં ત્યારે બન્ને એક જ સોસાયટીમાં રહેતાં .આમ,તો મોસમી ખૂબ જ ઓછું કામ પૂરતુ જ બોલતી પણ આદિતી જેવી મિત્ર સાથે તેનું મન ઠાલવી દેતી બન્ને ની વાતો કદી ખૂટતી જ નહીં. અદિતી બડબડ કર્યા કરતી અને મોસમી પ્રેમથી સાંભડ્યા કરતી .બન્ને પકોડી ખાવાની ચટોડી એટલે એક નાની વસ્તું લેવા બજારમાં મલે આખું બજાર રખડી આવતા જતાની ઠેકડીઓ કરતી કૉમેન્ટો કરતી. કોઈ છોકરો કે છોકરો સારો દેખાય એટલે એક જ વાત બન્ને બૉલે તે જોયું કંઈ !મસ્ત લાગતીતી/ લાગતોતો નઈ ! , છેલ્લે પકોડી ખાઈ છૂટી પડતી આવું.અઠવાડીયામાં બે ત્રણ વાર બજારનાં ચકકર ચાલતાં.બન્ને દિલની ખૂબ જ સાફ હતી.)