*હે કૃષ્ણ તું મૈત્રી છે....*
*હું થાકું છું ત્યારે તારી પાસે આવું છું*
*હું છલકાઉં છું ત્યારે તને ગાઉં છું*
*હું તને ચાહું છું:*
*હે કૃષ્ણ તું મૈત્રી છે...*
*તું બુધ્ધનું સ્મિત છે,......*
*તું મીરાંનું ગીત છે.....*
*તું પુરાતન તોયે નૂતન અને નીત છે,*
*હે ક્રુષ્ણ તું મૈત્રી છે.....*
*તું વિરહમાં પત્ર છે,....*
*મિલનમાં છત્ર છે....*
*તું અહીં અને સર્વત્ર છે:*
*હે ક્રુષ્ણ તું મૈત્રી છે.....*
*ll જય શ્રી કૃષ્ણ ll*