તું ખીલતી રહે મસ્ત ગુલાબી ગુલાબ સમાન
હસ્તી રહે તું વસંત ની જેમ
ઊડતી રહે તું મસ્તમગન બની
તું રહે અલમસ્ત સદાય ને માટે
તારી સાથે જાણે અનેરી જિન્દગી મળી
દરેક ધૂંધળી દિશા ઓ જાણે દેખાતી થઈ..!!
પલ માં પાગલ થઈ ને પણ જીવવાનું અભરખું જાગી ગયું
ખબર નહીં શું એવું તો તારું ઐશ્વર્ય છે મન ને ગમી ગયું!!
જેણે ભુલાવી દીધું ક્ષણો માટે અમુક દુઃખો ભરી વ્યથાઓ
ત્યારથી એમ થાય કે હવે બસ તારી જેમ જીવવુ
ન ચિંતા ન વ્યથા ન દુઃખ ન ભય..બસ જીવી જવાશે..!
આમ જ બની બિન્દાસ...
-Hina modha