બસ એક વાત ભાગ -4
હું મોસમીને મારા ઘરે લઈ આવી. તેની માનસિક હાલત ખરાબ હતી .વીણાબેન ફક્ત અમારા પાડોશી નહીં પણ સંબંધી હતા. એટલે કંઈ જ વિચાર કર્યા વગર મેં કહીં દીધું કે આજે મોસમી મારા ઘરે રહેશે. વીણાબેન પરીક્ષાનું બહાનું કાઢે તે પહેલા જ મેં કહીં દીધું ' મોસમીને બે દિવસની સ્કૂલમાં રજા છે. આજનો દિવસ હું એને લઈ જાવ છું'. પપ્પા એ મને અહીં માર્યુ ! જુઓને કેટલું બધું સૂજી ગયું છે. જેવા લવારા કરતી કરતી મોસમી સૂઈ ગઈ.
બધા બાળકોની જેમ મોસમીને આઈસક્રીમ, માટલા કૂલ્ફી પસંદ હતી. એટલે હું મોસમી માટે પાસેની દુકાનેથી આઈસક્રીમ અને એક ચૉકલૅટ કેક લઈ આવી.એ સૂતી હતી ત્યા સુધી મેં થોડો નાસ્તો બનાવી લીધો. આજુ બાજુમાં રહેતા થોડા મોસમીનાં મિત્રોને સાંજે મારે ત્યાં આવવાનું આમંત્રણ આપી આવી.
સાંજે બધા બાળકો મારા ધરે આવ્યા. બધા ભેગાં થઈ મોસમી સાથે ખૂબ રમ્યા .પછી બધા ભેગાં થઈ ડાન્સ કર્યો. જોડે બેસી નાસ્તો કર્યો ! મોસમી પણ ખૂબ જ ખૂશ હતી.